લીવર કે ન્સરના લક્ષણો તથા તેની અદ્યતન સારવાર

લેખમાં, આપણે લીવરના કેન્સરના લક્ષણો અને તેની સારવાર કેવી રીતે કરવી તે વિશે જાણીશું. Symptoms (લક્ષણો):- લીવરના કેન્સરના લક્ષણો સામાન્ય રીતે સ્પષ્ટ થતા નથી, જ્યાં સુધી રોગ High stage પહોંચે. લીવર કેન્સરમાં નીચેના લક્ષણો બની શકે છે:

 

 • કમળો- કે જેમાં આંખો, ચામડી, તથા પેશાબનો રંગ પીળો થઈ જાય છે. સામાન્ય ભાષામાં અપને તેને પીળીયો કહીયે છીએ.
 • ભૂખ ના લાગવી.
 • વજનમાં નોંધપાત્ર ઘટાડો થવો.
 • વારંવાર થાક લાગી જવો તથા કામ ના કરવાની આળસ આવવી.
 • ઉલ્ટી તથા વારંવાર ઉબકા થવા.
 • પેતમાં જમણી બાજુ ઉપરના ભાગમાં દુઃખાવો થવો.
 • જમણા ખભા નજીક પીડા(Shoulder pain).
 • પેટમાં પાણી ભરવું કે પેટનું ફુલી જવું.
 • તાવ આવવો તથા ચામડી પાર રાત્રીના સમયે ખંજવાળ આવવી.
 • લીવર કેન્સર લીવર સિરૉસિસમાં થવાની શક્યતાઓ વધારે હોય છે, અને ઘણી વખત દર્દીને લીવર કેન્સર કરતા લીવર સિરૉસિસના લક્ષણો(લોહીની ઉલ્ટી થવી, કળા રંગનો સંડાસ આવવો, પેટમાં વારંવાર પાણી ભરવું, અશક્તિ, હાથ-પગ ધ્રુજવા, છાતીમાં પાણી ભરવું કે કિડની ડેમેજ)ના લક્ષણો વધી જવા.
 • પેટની દીવાલો પર ગાંઠો દેખાવી.
 • સારવાર:
 • લીવર કંસેરીની સારવારમાં મુખ્યત્વે - સર્જીકલ ટ્રીટમેન્ટ(ઓપરેશન), મેડિકલ ટ્રીટમેન્ટ, એબ્લેટિવ ટ્રીટમેન્ટ(ટ્યુમરનો ભાગ નષ્ટ કરી દેવો), રેડિયો થેરાપી(શેક આપવા), કિમોથેરાપી, લીવર ડિરેક્ટેડ થેરાપી(ટ્યુમર નાબુદ કરવા નસમાં દવા આપી નસ બ્લોક કરવી) તથા અન્ય પ્રકારની સપોર્ટિવ કાળજી લેવામાં આવે છે.
 • ઓપરેશન
  • Right Hepatectomy(જમણી બાજુના યકૃતનો ભાગ કાઢવો.)
  • Left Hepatectomy(ડાબી બાજુના યકૃતનો ભાગ કાઢવો.)
  • Wedge Resection(ફક્ત ગાંઠ વાળો ભાગ દૂર કરવો.)
  • Laproscopic Surgery(દૂરબીનથી લિવરનું ઓપરેશન કરવું.)
  • Liver Transplantation(યકૃતનું પ્રત્યારોપણ કરવું.)
 • મેડિકલ ટ્રીટમેન્ટ-
  • જેમાં લીવરના કેન્સરને અંકુશમાં રાખવા માટેની કે ગાંઠને નાની કરવા માટેની કિમોથેરાપીની દવાઓ તથા ઈમ્યુનોથેરાપીની દવાઓ આપવામાં આવે છે. સાથે સાથે જો લીવર સિરૉસિસ પણ હોય તો તેને લગતી પણ દવાઓ ચાલુ રાખવામાં આવે છે.
 • એબ્લેટિવ ટ્રીટમેન્ટ-
  • જેમાં લીવરના કેન્સરના ભાગને હાઈ ટેમ્પરેચર, ગરમી તથા અત્યંત ઠંડક આપતા મશીનથી કેન્સરનો ભાગ નષ્ટ કરવામાં આવે છે.
  • RF (રેડિયો ફ્રિક્વન્સી) એબ્લેશન - જેમાં રેડિયો તરંગોનો ઉપયોગ કરી કેન્સરની ગાંઠ  નષ્ટ કરવામાં આવે છે.
  • લેસર એબ્લેશન - જેમાં લેસરનો  ઉપયોગ કરવામાં આવે છે.
  • માઈક્રોવેવ એબ્લેશન - જેમાં માઈક્રોવેવ તરંગોનો ઉપયોગ થાય છે.
  • Cryo એબ્લેશન - જેમાં અત્યંત નીચું તાપમાનની ઠંડકથી ટ્યુમર નષ્ટ કરવામાં આવે છે.
  • IRE (Irreversible Electroporation) - જેમાં કેન્સરની ગાંઠનાં કોષોની દિવાલને નુકસાન પહોચાડી) કેન્સર નષ્ટ કરાય છે.
  • HIFU (High Intensity Frequency Ultrasound) - જેમાં Ultra Sonic તરંગોનો ઉપયોગ કરવામાં આવે છે.
 • રેડિયો થેરાપી - (SBRT- Stereo Tectic Body Radiation Therapy) –
  • જેમાં ફક્ત લીવરની ગાંઠને જ અપાય તે રીતે રેડિયો થેરાપી આપવામાં આવે છે.
 • કીમોંથેરાપી –
  • ખાસ કરીને લીવર કેન્સર જ્યારે ફેલાય જાય કે એડવાન્સ સ્ટેજમાં આવે ત્યારે કિમોથેરાપીનો ઉપયોગ થતો હોય છે.
 • લીવર ડિરેકટેડ થેરાપી -
  • TAE (Transarterial Embolization): જેમાં લીવરની ગાંઠને લોહી પુરુ પાડતી નળીને બ્લોક કરવામાં આવે છે.
  • TACE (Transarterial Chemoembolization) - જેમાં લીવરની ગાઠને પુરુ પાડતી નળીમાં પહેલાં કિમોથેરાપી આપવામાં આવે છે અને ત્યારબાદ નળી બ્લોક કરવામાં આવે છે.
  • TARE (Transarterial Radioembolization) - જેમાં લોહીની નળી મારફતે શેક આપી નળી બ્લોક કરાય છે.
 • Palliative & Best Supportive Care:
  • જેમાં દર્દીને જ્યારે લીવર કેન્સર અન્ય અંગોમાં ફેલાય ગયેલું હોય, તથા એડવાન્સ અંતિમ સ્ટેજમાં હોય તેવા સંજોગોમાં દર્દીને તથા કુટુંબીજનોને આરામદાયક રહે તથા કોઈપણ પ્રકારના નવા ઓપરેશન કે પોસીઝર કર્યા વગર જરૂર પૂરતી જ લક્ષણોની સારવાર દવા મારફતે કે અન્ય પ્રકારના ઓછા નુકસાન કરતા સારવાર આપવામાં આવે છે.

 

From:

Dr. Darshan Patel

MS, FMAS, FIAGES, DNB(Surgical Gastroenetrology)

From Apollo Hospital, Chennai.

Consultant, Laparoscopic GI & Hepato Pancreato Billiary(HPB) Surgeon.